Monday, January 13, 2025
HomeGujaratમોરબીમા અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબીમા અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબીમાં અકસ્માત અને આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર પણ ચીન્તામાંમૂકાઇ છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં અકાળે મોતનાં બે બનાવો નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ગાળા ગામે રહેતા શાંન્તાબેન અમરશીભાઇ દલસાણીયા નામના વૃદ્ધાનું ગત તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજ કોઇ બીમારી સબબ મોત નિપજયુ હતું. જેથી તેઓના મૃતદેહને મોરબી સરકારી દવાખાને લઈ આવવામાં આવ્યા હતા. જેને લઈ ફરજ પર હાજર ડો. વી.એમ અધારા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરાવી છે. જયારે અન્ય બનાવમાં હળવદમાં અમુબેન ભરવાડની વાડીએ રહેતા મુળજીભાઇ વિભાભાઇ શેખાણી ધુની મગજનો હોય અને એકલાવાયુ જીવન જીવતો હોય અને અગાઉ પર બે વાર ઝેરી દવા પી મરી જવાના પ્રયત્ન કરેલ હોય જે બાદ તેણે ગત તા ૬/૧૨/૨૦૨૨ ના રોજ ફરી પોતાની જાતેથી ઝેરી દવા પી જતા મોત નીપજ્યું હતું. જેને લઇ ખેતમજુર વિક્રમભાઇ કલાભાઇ ગોહીલ દ્વારા હળવદ પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!