Monday, November 18, 2024
HomeGujaratમોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલ તા.૧૩/૦૮ના રોજ અપમૃત્યુના બે બનાવમાં ૬૪વર્ષીય વૃદ્ધા સહિત બે વ્યક્તિના અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવમાં મોરબીના વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ વિજયનગર સોસાયટીમાં રહેતા અશોકભાઇ પુનાભાઇ મકવાણા ઉવ.૪૨ એ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો સહિતની તપાસની તજવીજ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યોગીનગર સોસાયટીમાં બ્લોક નં.૧૦૭માં રહેતા ૬૪ વર્ષીય વીનૂબેન મગનભાઈ સીચણાંદા ગઈકાલ તા. ૧૩/૦૮ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ફીનાઈલ પી જતા પ્રાથમીક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થયેલ હોય બાદમા વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન વિનુબેનનું મરણ જતા ફરજ પરના ડોકટરે પોલીસમાં જાણ કરતા ઇન્વેસ્ટ પંચનામાં સહિતની કામગીરી અર્થે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે મૃત્યુના બનાવને પગલે બી ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આગળની શ્રી એ અત્રેના પો.સ્ટે ખાતે ટેલીફોનથી જાણ કરતા માર્જીનમા જણાવ્યા મુજબ અ.મોત રજી.કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!