મોરબીમાં અકાળે મોતના બનાવો ચીંતા જનક રીતે વધી રહ્યા છે. ત્યારે ગઈકાલના દિવસમાં જ મોરબીનાં ટંકારા અને વાંકાનેરમાં ઍક એક અકાળે મોતનો બનાવ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના પીપળી ગામે રહેતા જીતેન્દ્રભાઇ મુળજીભાઇ જગોદણા નામના ૫૧ વર્ષિય આધેડને સનસાઇન સીરામીક માટેલ રોડ અમરધામની સામે આવેલ પોતાની દુકાને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમજ વાંકાનેર તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ટંકારાના ઉગમણાનાકા પાસે રહેતા અજય નીતીનભાઈ વાઘેલા અમરાપર રોડ સીરાજભાઈ ઈબ્રાહીમભાઈ અબ્રાણી ની વાડી ના કુવામાં કોઈ કારણે પડી જતા તેમને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. અને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. તેમજ ટંકારા સરકારી હોસ્પીટલનાં ડો.રાહુલ પરમાર દ્વારા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.