Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં એક જ દિવસમાં અકાળે મોતના બે બનાવો નોંધાયા

મોરબીમાં એક જ દિવસમાં અકાળે મોતના બે બનાવો નોંધાયા

મોરબીમાં આપઘાતના પ્રયાસ તથા અકસ્માતે મોતનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેની પોલીસ ચોપડે અકાળે મોત તરીકે નોંધવામાં આવે છે. ત્યારે ગઈકાલનાં દિવસમાં બે અકાળે મોતના બનાવો નોંધાયા હતા. મળતી માહિતી અનુસાર, મોરબીના જમના ટાવર રવાપર રેસીડેન્સી પાસે રહેતી મીનાબેન ધનારાજભાઈ ચૌહાણ નામની પરણિત મહિલાનું ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર મરણ જતાં જેની ડેડ બોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેને લઈ પોલીસે મહિલાને મૃત જાહેર કરી અને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

બીજી બાજુ, માળીયા મી.ના વેજલપર ગામે માવજીભાઇ પટેલના વાડી ખેતરમા રહેતી અને મૂળ એમ.પી.નાં જોબટ ખાતે રહેતી સુનીબેન રાયસિંગભાઇ વસુનીયા નામની પરણિત મહિલા ગત તા.૧૦/૧૧/૨૦૨૨ ના રાત્રીના નવેક વાગ્યે તેણીનો નાનો દિકરો કાર્તીક વધારે પડતો રડતો હોઇ તો તેણીથી જોવાયેલ નહિ જેથી મનોમન લાગી આવતા પોતાની મેળે ખડમા છાંટવાની ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલમા સારવારમા દાખલ કરવામાં આવી હતી. જે બાબતે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ પણ જાહેર કરવામાં આવી હતી અને આ કામે ભોગ બનનાર મોરબી સરકારી હોસ્પિટલથી રજા લઇ પોતાના વતનમા જઇ સંજીવની હોસ્પીટલ એન્ડ રીસર્ચ સેન્ટર રાજઘાટ રોડ બડવાની (મધ્ય પ્રદેશ) મુકામે સારવારમા દાખલ થયેલ અને ચાલુ સારવાર દરમ્યાન તેનું ગત તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન મરણ જતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

મોરબીના પીપળી ગામ પાસે બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એક ઈજાગ્રસ્ત

મોરબીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પીપળી ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યકતિને ગંભીર ઈજાઓ પહોંચી છે. જયારે અન્ય એક શખ્સને સામાન્ય ઈજાઓ પહોંચવા પામી છે. ત્યારે ઈજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના જુના પીપળી ગામે રણછોડરાયના મંદિર પાસે રહેતા દુર્લભજીભાઇ કાનજીભાઇ શંખેસરીયાનો દીકરો વિક્રમભાઇ દુર્લભજીભાઇ શંખેસરીયા ગત તા.૨૭/૧૧/૨૦૨૨ ના રોજ પોતાનું જીજે-૩૬-એમ-૮૫૨૧ નંબરનું મોટર સાયકલ લઇને પુર ઝડપે ચલાવીને જેતપર મોરબી રોડ ઉપર મોટર સાયકલ આગળ ચલાવીને જતા સાહેદ રવિભાઇ રમેશભાઇ જાદવના જીજે-૩૬-એ.ડી-૩૬૯૧ નંબરના મોટર સાયકલના પાછળ ના ભાગે ભટકાડીને સાહેદને ઠોકર લાગતા રોડ ઉપર પડી ગયેલ હોય જો કે હેદને કોઇ ઇજા થયેલ ન હોય તથા આરોપીવિક્રમએ પોતે મોટર સાયકલની સાથે રોડ પર પડીને ઢસડાઇ જતા આરોપીને શરીરમા સામાન્ય ઇજાઓ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા સારવારમા ખસેડાયો છે. ત્યારે સમગ્ર મામલે આરોપીના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!