મોરબી તથા વાંકાનેરના ચિત્રાખડા ગામે એમ બે અલગ અલગ સ્થળોએ બે અપમૃત્યુના બનાવમાં ૩૯ વર્ષીય યુવક તથા બીજા બનાવમાં ૬૨ વર્ષીય વૃદ્ધનું અકાળે મોત નિપજતા બંને બનાવ બાબતે પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા શામજીભાઇ ગોવિદભાઇ સોલકી ઉવ.૩૯ ગઈ તા.તા ૪/૧/૨૦૨૫ ના રોજ પોતાના ધરે વહેલી સવારના સમયે પડી જતા શામજીભાઈને શરીરે ઇજા ગંભીર થતા પ્રથમ સારવારમાં મોરબી સરકારી હોસ્ટપીટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરાયા હતા જ્યાં તા. ૮/૧ ના રોજ સારવાર દરમ્યાન શામજીભાઈ મરણ જતા રાજકોટ હોસ્પિટલ ચોકી પોલીસે મૃત્યુના બનાવની નોંધ કરી આગળની તપાસના દસ્તાવેજી કાગળો મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં રવાના કર્યા હતા.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતા ૬૨ વર્ષીય ઉદાભાઇ લાખાભાઇ ઠાકોર નામના વૃદ્ધએ ગઈ તા. ૦૩/૦૧ના રોજ ચીત્રાખડા ગામે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે બાદમાં વધુ સારવાર માટે સાણંદ નવજીવન ડોકટર હોસ્પીટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તા.૧૦/૦૧ ના રોજ ફરજ પરના ડોક્ટરે ઉદાભાઈને મરણ ગયેલનું જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.