મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં તથા વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે એમ બે અલગ અલગ સ્થળે અપમૃત્યુના બે બનાવમાં બે વ્યક્તિના મૃત્યુ થયા અંગેની નોંધ અત્રેના પોલીસ મથકમાં નોંધાઈ છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં.૪ માં રહેતા પ્રેમજીભાઈ પૂંજાભાઈ સોલંકી ઉવ.૩૫ એ ગઈકાલ તા.૨૦/૧૨ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા ત્યારે ચાલુ સારવારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવમાં મૃતકના નાનાભાઈ હિતેષભાઈ પાસેથી મળેલ પ્રાથમિક માહિતી મુજબ મૃતક પ્રેમજીભાઈ કામ ધંધો ન કરતા હોય જેથી માનસિક તણાવમાં આવી આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું, ત્યારે એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તોએ ચલાવી છે.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે રહેતા નરવા પંકજભાઈ ઉવ.૨૧ એ કોટડાનાયાણી ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી પરિવારજનો તેની લાશ પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી હાથ ધરી મૃત્યુના બનાવમાં અ.મોત રજીસ્ટર કરી આપઘાત કરવા પાછળના કારણો સહિતની તપાસની તજવીજ હાથ ધરી છે.