મોરબી શહેરના ત્રાજપર નજીક તેમજ તાલુકાના આમરણ ગામે એમ બે અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના બે બનાવમાં એક આધેડ વ્યક્તિ સહિતનાઓનું અકાળે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ અપમૃત્યુમાં પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૦૨ ઇન્દીરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા સંજયભાઇ પેથુભાઇ માનેવાડીયા ઉવ.૪૧ ગઈકાલ ય.૧૫/૦૨ ના રોજ ત્રાજપર નજીક કોઇપણ કારણોસર ટી.બી.ની દવા પી જતા તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા, સારવાર દરમ્યાન સંજયભાઈનું મૃત્યુ નિપજતા તેમની લાશ પીએમ કરવા મોરબી સરકારી હોસ્પિટલે લાવતા બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના આમરણ ગામ નજીક ઉમા જીનિંગ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં રહેતા પર્વતભાઇ પુજાભાઇ ખાંટ ઉવ.૩૩ મૂળ મહીસાગર જીલ્લાના તરકોનીનાળ ખાટા ફળીયુના વતની ગઈકાલે આમરણ સીમમાં આવેલ પેથરના તળાવમાં પાણી ભરેલ ખાડામાં કોઇપણ કારણોસર પાણીમાં ડુબી જવાથી પર્વતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.