મોરબી તાલુકાના બેલા ગામે તથા તળાવીયા શનાળા ગામે એમ બે અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના બે બનાવમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા, ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી વિગતો મુજબ, મૂળ પંજાબ રાજ્યના ગુરુદસપુર જીલ્લાના બટાલા સેટી ગામના વતની હાલ મોરબીના બેલા ગામે સેલ્ફી સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા વિક્રમસિહ ઉર્ફે શાહબાજસિહ બલવિરસિંગ કલફી ઉવ-૩૫ વાળા સેલ્ફી સીરામીકમાં સિકયુરિટી તરીકે નોકરી કરતા હોય જે ગઈકાલ તા.૦૩/૦૭ના રોજ સેલ્ફી સિરામીકના ક્વાર્ટરમા સુતા હોય અને ઉઠાડતા ઉઠેલ ન હોય અને કોઇપણ કારણસરતેમનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસ સ્થળ ઉપર પહોંચી ડેડબોડી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યારે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જીતેનભાઇ સુરસિહ ડાવર ઉવ.૩૦ રહે.સાઇન સિરામીક કારખાનામા ઉચી માંડલ ગામ તા.જી. મોરબી મુળ રહે-ગામ-તલુન તા.જી-બલવાની મધ્યપ્રદેશ વાળા ગઈ તા.૦૨/૦૭ ના રોજ કોઇપણ કારણસર મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામમા આવેલ તળાવના પાણીમા પડી ગયા હતા, જ્યાં પાણીમાં ડુબી જવાથી જીતેનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તાલુકા પોલીસે અ. મોતની એન્ટ્રી કરી, મૃત્યુના બનાવ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.