મોરબી તાલુકા પોલીસ મથકમાં અપમૃત્યુના બે અલગ અલગ બનાવ નોંધાયા છે. જેમાં તાલુકાના ઉંચી માંડલ ગામે ૨૫ વર્ષીય યુવકનું અને થોરાળા ગામે ૩૦ વર્ષીય યુવકના મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરવામાં આવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા ઉંચી માંડલ ગામે રહેતા મૂળ ઝારખંડ રાજ્યના હજારીબાઘ જીલ્લાના વતની શકલુકુમાર બંધુ ગંજુ ઉવ.૨૫ નામનો યુવક ઉંચી માંડલ નજીક આવેલ રોક ગ્રેનાઈટો સીરામીકમાં ગ્લેઝ લાઇન વિભાગમાં કામ કરે છે ત્યારે ગઈ તા.૦૭/૦૨ ના રોજ સવારે આંઠેક વાગ્યે કામ ઉપરથી છુટેલ હોય ત્યારે તેમના કપડા ઉપર ધુળ લાગેલ હોય જે ધુળ કંપ્રેસરની એરનળીથી શકલુકુમાર તથા કુંદન એકબીજાને એરથી સાફ કરી દેતા હતા ત્યારે મસ્તી મસ્તીમાં કુંદન દ્વારા શકલુકુમારને ગુંદાના ભાગે એર લગાવતા એર ગુંદાના ભાગેથી શરીરમાં પ્રવેશી ગયેલ હોય જેથી સારવાર દરમ્યાન ગઈ તા.૧૨/૦૨ ના રોજ શકલુકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી તાલુકાના થોરાળા ગામે બલુભાઇની વાડીમાં રહેતા વિનુભાઇ જયંતિભાઇ નાયક ઉવ.૩૦ ગઈ તા. ૧૪/૦૨ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં વાડીમાં આવેલ કુવામાં કોઇ કારણસર પડી જતાં કુવાના પાણીમાં ડૂબી ગયો હતો, જેથી તેને કુંવામાંથી બહાર કાઢી બેભાન અવસ્થામાં ૧૦૮ એમ્બયુલન્સમાં અત્રેની સરકારી હોસ્પીટલ ખાતે લાવતાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી વિનુભાઈને મરણ જાહેર કરેલ હોય ત્યારે સમગ્ર મૃતયીના બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.