વાંકાનેર તાલુકાના રાતાવીરડા અને સરતાનપર નજીક આવેલ અલગ અલગ સીરામીક ફેક્ટરીમાં કામ કરતા બે વ્યક્તિના અકાળે મૃત્યુ નિપજ્યા હતા, ત્યારે તાલુકા પોલીસે અપમૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર રોડ ઉપર મોટો સ્ટોન સીરામીકમાં રહેતા મૂળ એમપી ના વતની વિનોદકુમાર સુલતાનસિંહ પાલ ઉવ-૪૨ ગઈ તા.૦૩/૦૪ના રોજ મોટો સ્ટોન સીરામીક ખાતે કલરકામ કરતી વખતે પતરા ઉપરથી પડી જતા તેનું મૃત્યુ નિપજ્યુ હતું, ત્યારે મૃતક વિનોદકુમારની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અ.મોતની નોંધ કરી હતી.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક દિરમીકની બાજુમાં આવેલ પાણી ભરેલા તલાવડાના પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયેલ વિનુસંગ ભવાનસંગ ખાટ ઉવ-૪૪ રહે.હાલ લોનીક સીરામીક રાતાવિરડા તા-વાંકાનેર મુળ રહે.રાણીપુરા તા-કલોલ જી-સાબરકાઠા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની ડેડબોડી તલાવડામાંથી કાઢવા ફાયરબ્રીગેડ ટીમને બોલાવી ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી, ત્યારે પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી, તપાસની તજવીજ શરૂ કરી છે.