મોરબી તાલુકાના જૂની પીપળી તેમજ મકનસર ગામે અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે, જે બનાવને પગલે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મરણજનાર નરેશભાઇ કાનજીભાઇ ચોહાણ ઉવ.૪૧ રહે-જુની પીપળી તા.જી.મોરબી વાળાએ તા.૧૭/૦૪ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસાાં પોતાના ઘરે કોઇ કારણસર ચુંદળી વડે ગળેફાંસો ખાઇ લેતા મૃતકના પિતા કાનજીભાઇ મૃતકની લાશનું પીએમ કરાવાવ માટે ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, ત્યારે મૃત્યુના બનાવની તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા રશીકભાઈ રતીલાલભાઈ ચાવડા ઉવ.૫૦ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી તેમના પરિવારજનો મોરબી સરકારી હોસ્પિટલે લાવતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી છે.