મોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ બે બનાવો બન્યા છે. જેમાં મોરબી-૨ મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધનું લાંબી બીમારી બાદ અવસાન થયું. જ્યારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં લેટોજા સીરામિકમાં કામ કરતા ૨૮ વર્ષીય શ્રમિકનું તાવની બીમારીને પગલે સારવાર દરમ્યાન અવસાન થયું. બંને બનાવોમાં પોલીસે અ.મોતની નોંધ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી-૨ મહેન્દ્રનગર ધાયડી વિસ્તાર હનુમંત એપાર્ટમેન્ટ બી વીંગ, ફ્લેટ નં.૧૦૩ ખાતે રહેતા ૬૭ વર્ષીય વેલજીભાઈ મુળજીભાઈ સંઘાણી છેલ્લા આઠેક મહીનાથી ફેફસાના કેન્સરથી પીડાતા હતાં. લાંબી સારવાર અને પથારીવશ જીવન બાદ તા.૨૬/૦૮ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકના પત્ની શ્રીમતી કાંતાબેન વેલજીભાઈ સંઘાણી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.
વાંકાનેર તાલુકાના માટેલ ગામે લેટોજા સીરામીકમાં રહેતા અરવિંદભાઈ જોગડીયાભાઈ ગુંડીયા ઉવ.૨૮ મૂળરહે-ધેકલ છોટી, તા.જાંબુઆ, મધ્યપ્રદેશ વાળાને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હતો. તા.૨૬/૦૮/૨૦૨૫ ના રોજ સારવાર માટે રફાળેશ્વર એપેક્ષ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સાંજના ૬.૧૫ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ તેમના સગા નિતરીયાભાઈ માનસિંગભાઈ ગુંડીયાએ કરી હતી.