મોરબી શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકમાં અપમૃત્યુના બે બનાવમાં બે વ્યક્તિના અકાળે મૃત્યુ નિપજ્યા હોવાના બનાવ અંગે પોલીસ દફતરે અ.મોતની નોંધ રજીસ્ટર કરવામાં આવી છે.
પ્રથમ અપમૃત્યુ મામલે મળતી વિગતો મુજબ, મોરબી-૨ જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોનેટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ અરવલ્લી જીલ્લાના ગાજણ ગામના રહેવાસી પરિવારની ૨૫ વર્ષીય દીકરી રૂપલબેન ગલાભાઇ હજુરભાઇ ડામોર નામની યુવતીએ સોનેટ કારખાનાના લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ જતા રૂપલબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પરિવારજનો મૃતકની ડેડબોડી અત્રેના સરકારી હોસ્પિટલ ખાતે લાવતા બી ડિવિઝન પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ શરૂ કરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતા મૂળ દાહોદ જીલાના ઉસરા ફળીયા વતની રતનસિંહ સગુરભાઈ ડામોર ઉવ.૩૫ એ ગઈકાલ તા.૩૦/૦૭ના રોજ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી મોરબી દિબીલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરી હતી, ત્યારે તાલુકા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક વિગતો મેળવી, મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી હતી