મોરબી જીલ્લાના વાંકાનેર અને ટંકારામાં અપમૃત્યુના બે બનાવમાં બે વ્યક્તિના અકાળે મૃત્યુ નિપજ્યા હતા, હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવની મળતી માહિતી મુજબ, ટંકારાના મિતાણા-નેકનામ રોડ ઉપર ખોડિયાર નાનો ડેમ નર્સરીની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા હિટાચી વાહનના ડ્રાઇવર રાજેશભાઇ હિન્છાપતી નાઇ ઉવ.૪૪ ગઈકાલ તા. ૧ અપ્રિલના રોજ કોઈ કારણોસર મરણ જતા તેનો મૃતદેહ ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ટંકારા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ કેપ્ટાઇલ સીરામિકમાં રહેતા ૨૦ વર્ષીય લાલાકુમાર તાસવાન એ કોઈપણ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ મામલે અ.મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.