મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો સામે આવ્યા છે. જેમાં વાંકાનેર ખાતે એક આધેડને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું છે. જયારે બીજા બનાવમાં મોરબીમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા એક સગીરનું મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબીનાં વીસીપરા ઈમામ ચોક ખાતે રહેતો સલમાન રસુલભાઈ મોવર નામનો 17 વર્ષીય સગીર ગત તા.૩૧/૦૫/૨૦૨૪ ના મોરબી.૦૨, એલ.ઈ.કોલેજ પાસે સ્વામી નારાયણમંદીરમા બાધકામની સાઈટ પર મજુરી કામ કરવા માટે ગયો હતો. જ્યાં કામ કરતી વેળાએ સાજના છયેક વાગ્યે સગીરને ઈલેકટ્રીક શોર્ટ લાગતા તેને તાત્કાલિક મોરબીની શ્રી હરી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સગીરનું ચાલુ સારવાર દરમ્યાન મોટ નિપજતા ફરજ પરના ડોક્ટરે સગીરને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
બીજા બનાવમાં, પાટણનાં ખરચરીયા ગામ ખાતે રહેતા અને ટ્રક ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા ૫૩ વર્ષીય આધેડ બબાભાઈ નાગજીભાઈ રબારી ગઈકાલે સવારે પેસાબ- પાણી (બાથરૂમ)કરવા વઘાસીયા ટોલનાકા પાસે વ્રુદાવન હોટલ ( જુની બાબા રામદેવ હોટલ) ગામડા ખાતે ગયેલ ત્યારે અચાનક તેમને હાર્ટ અટેક આવતા તેઓ નીચે પડી જતા તેમને સારવારમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને તપાસી મૃત જાહેર કર્યા હતા.