વાંકાનેરમાં વર્લી ફીચરના જુગારીઓ પર વાંકાનેર સીટી પોલીસે ધોંસ બોલાવી છે. અને વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ પર જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા/રમાડતા બે શખ્સોને પકડી પાડી રૂ.૯૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ ગેબી પાન પાસે જાહેરમાં વાંકાનેરનાં ક્રીપાલસિંહ જાડેજાના કહેવાથી વાંકાનેરના મીલકોલોની ખાતે રહેતો રાજદીપસિંહ દીલુભા જાડેજા જાહેર જગ્યામા અલગ અલગ બજારના વર્લીફીચરના આંકડા લખી વાંકાનેર વીસીપરા રેલ્વે સ્ટેશન પાસે વોરાના ડેલામાં રહેતા દેવરાજભાઇ ઉર્ફે પિન્ટો નાગજીભાઇ સુરેલા કોળીને વર્લીના આંકડા લખાવી જુગાર રમાડતો જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દેવરાજભાઇ ઉર્ફે પિન્ટો તથા રાજદીપસિંહને પકડી પાડી તેમની પાસેથી વર્લી સાહીત્ય આંકડા લખેલ જુગારના સાહિત્ય તથા બે મોબાઇલ ફોન તથા રોકડ રકમ રૂ.૮૨૫૦/- મળી કુલ કિ.રૂ.૯૭૫૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે ક્રીપાલસિંહ જાડેજા સ્થળ પર નહિ મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.