વાંકાનેર:મોરબી એલસીબી પોલીસ ટીમે વાંકાનેરના લક્ષ્મીપરા તેમજ સિપાઈ શેરીમાં એમ બે અલગ અલગ સ્થળોએથી જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલા કુલ બે વર્લી ભક્તને ઝડપી લેવામાં આવેલ છે જ્યારે પકડાયેલ બંને આરોપી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાડી જેની પાસે કમિશન કપાત કરાવનાર બંને આરોપીઓના નામ ખુલવા પામતા કુલ ચાર આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર સીટીમાં પાડેલ પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસ ટીમ વાંકાનેર સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે ઇકબાલભાઈ અશરફભાઈ સિપાઈ શેરીની સામે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતો હોય જેથી તુરંત વાંકાનેર સિપાઈ શેરી નજીક દરોડો પાડતા જ્યાં આરોપી ઇકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ ઉવ.૨૫ રહે.વાંકાનેર સિપાઈ શેરીવાળો કાગળમાં અલગ અલગ વર્લી ફિચર્સની બજારના આંકડા લખીને પૈસાની લેતી દેતીનો નસીબ આધારિત જુગાર રમતા રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે સ્થસલ ઉપરથી વર્લી ફિચર્સના આંકડા રમવાનું સાહિત્ય સહિત રોકડા ૧૧,૨૦૦/- જપ્ત કર્યા હતા. જ્યારે પકડાયેલ આરોપીની પ્રાથમીક પૂછતાછમાં સુરેન્દ્રનગર ચંદુલાલ શેરીમાં રહેતા આરોપી જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી પાસે કપાત કરાવતો હોવાની કબૂલાત આપતા બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે બીજા દરોડામાં મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસે આવતા જાહેરમાં એક ઈસમ નોટબુકમાં વર્લીમટકાના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયો હતો. આ સાથે પોલીસે આરોપી અસીમ સલીમભાઈ ગોરી ઉવ.૩૧ રહે. વાંકાનેર બંધુસમાજ હોસ્પિટલ સામેવાળાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલ આરોપીને વર્લી ફિચર્સના આકડાંના જુગારનું કપાત વિશે પૂછતાછ કરતા આરોપી જમાલભાઈ ખલીફા રહે.વકનેરવાળાના નામની કબુલાત આપી હતી. જેથી પોલીસે બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનાની નોંધ કરાવી ધોરણસરની કાર્યવાહી હતબ ધરી છે.