મોરબીમાં આગમી વિધાનસભાની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ સજ્જ થઈ છે. અને ઠેર-ઠેર દરોડા પાડી જુગાર રમી-રમાડી રહેલ શખ્સોને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે માળીયા મી. પોલીસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને પકડી પાડી જેલ હવાલેઃ કર્યા છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માળીયા મી.માં કોળીવાસ પાસે બે શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમી રહેલ અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઇ જેડા અને હિતેષભાઇ દેવજીભાઇ ચાવડા નામના આરોપીઓને રોકડા રૂપીયા-૪૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.