વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેરના વડીયા વિસ્તારમાં અમરસર ગામની સીમમાં રેઇડ કરી હતી જ્યાં ખરાબાની જમીનના ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા ઇસમોમાં નાસભાગ મચી ગયી હતી, ત્યારે પોલીસે જુગાર રમતા ચાર પૈકી બે ઈસમો ૧)ચેતનભાઇ નાનજીભાઇ ગોહેલ ઉવ.૩૭ રહે.આરોગ્યનગર બસ સ્ટેશન સામે વાંકાનેર તથા અરજણભાઇ રવાભાઇ લામકા ઉવ.૪૭ રહે.પંચશીલ સોસાયટી વાંકાનેર વાળાને પકડી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય બે આરોપી સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા રહે-વડીયા વિસ્તાર વાંકાનેર તથા આરોપી અકિલ મતવા રહે-સિપાઇ શેરી વાંકાનેર વાળા બંને નાસી છૂટ્યા હતા. બીજીબાજુ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૨૫,૪૬૦/-તથા એક એકટીવા મોપેડ કિ.રૂ.૪૦ હજાર એમ કુલ રૂ.૬૫,૪૬૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી ભાગી ગયેલ બન્ને આરોપીઓને પકડવા તપાસ ચલાવી છે.