વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રાતાવીરડા ગામના ચબુતરા પાસે જુગાર રમતા ઈસમો પર રેઈડ કરવામાં આવી હતી. જો કે પોલીસના હથ્થે ફક્ત બે જ જુગારીઓ લાગ્યા હતા. જયારે પોલીસને આવતી જોઈ અન્ય પાંચ ઈસમો ફરાર થઇ જતા તેઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટિમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રાતાવીરડા ગામના ચબુતરા પાસે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા ૭ ઈસમોમાંથી રસીકભાઇ જીવણભાઇ ઉકેડીયા (રહે.રાતાવીરડ,નવાપરા તા.વાંકાનેર જી.મોરબી) તથા ભુપતભાઇ રણછોડભાઇ રીબડીયા (રહે.રાતાવીરડા,ટીસાપરા તા.વાંકાનેર જી.મોરબી) નામના બે ઈસમોની અટકાયત કરી છે. જયારે અન્ય પ ઈસમો ગોપાલ નારૂભાઇ કોળી (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી, દેવાભાઇ રામશીભાઇ કોળી (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી), ગુડાભાઇ લાભુભાઇ કોળી (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી), જગદીશ મોમભાઇ ભરવાડ (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી) તથા અનીલ પરસોતમભાઇ કોળી (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી) પોલીસને જોઈ જઈ ફરાર થઇ જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા-૧૦,૨૫૦/- તથા એક ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ.૧૫,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.