મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે બે ઈસમો ચલણી નોટના નંબરનો એકી-બેકીનો પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ હોય જેથી પોલીસે આરોપી સંદીપભાઈ બાબુભાઇ પીપળીયા ઉવ.૨૪ તથા રોહિતભાઈ કાંતિભાઈ સરવૈયા ઉવ.૨૩ બંને રહે. નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાસે વાળાની અટક કરી તેની પાસેથી રોકડા રૂ.૨૫૦/- કબ્જે કરી બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.