ટંકારા તાલુકાના રોહીશાળા ગામે ખેતરના છેવાડે બાવળના ઝાડ નીચે તીનપત્તિનો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીને આધારે ટંકારા પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ જુગાર રમતા રમતવીરોમાં નાસભાગ મચી ગયી હતી. ત્યારે પોલીસે આરોપી રસિકભાઈ જેઠાભાઇ રૈયાણી ઉવ.૪૬ રહે. રોહિશાળા તા.ટંકારા તથા કૃષ્ણસિંહ ઉર્ફે શાજતીસિંહ ભવાનસિંહ ઝાલા ઉવ ૪૧ રહે.નેકનામ વાળાને ઝડપી લીધા હતા, જ્યારે રેઇડ દરમિયાન ભાગી છુટેલ આરોપી જયેશભાઇ નારણભાઇ દલસાણીયા રહે.નેકનામ, શક્તિવનભાઈ છગનભાઇ ભોરણીયા રહે.રોહિશાળા તથા અંકિતભાઈ ધીરુભાઈ જાદવ રહે નેકનામ વાળાને આ કેસમાં ફરાર જાહેર કર્યા છે. હાલ પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂ.૬,૫૦૦ તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦ હજાર સહિત ૧૬,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









