Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેરમાં મોબાઈલમાં ઓનલાઇન વર્લીના આંકડાનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેરમાં મોબાઈલમાં ઓનલાઇન વર્લીના આંકડાનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેરના રામચોક વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ ફોનમાં ઓનલાઇન વર્લી ફિચર્સના આંકડા કપાવી પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઈસમોને પકડી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે વાંકાનેરના રામચોક વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં મોબાઇલ ફોનમાં અલગ અલગ વર્લી બજારના આંકડાઓ લખી સોદાના મેસેજ કરી નાસી આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી સરફરજશા હુશેનશા શાહમદાર ઉવ.૨૬ રહે.વાંકાનેર મિનારા શેરી રામચોક તથા અસલમભાઇ અનવરભાઈ સૈયદ ઉવ.૩૩ રહે.વાંકાનેર મિનારા શેરીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી બંને આરોપીના હવાલાના મોબાઇલ નંગ ૩ કિ.૯,૦૦૦/-, રોકડા રૂપિયા ૨,૫૩૦/- સહીત કુલ ૧૧,૫૩૦/-ના મુદામાલ સાથે બંને આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!