મોરબી શહેરના સરકારી દવાખાનાના ગેટ પાસે ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમી રહેલા રવિભાઈ સવજીભાઈ ખાખરીયા ઉવ.૩૨ રહે.રણછોડનગર મોરબી તથા જાવીદભાઈ યુનુષભાઈ ખોખર ઉવ.૩૬ રહે. સિપાઈવાસ માતમ ચોક મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બન્ને જુગારીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૫,૫૦૦, બે કી-પેડ મોબાઇલ કિ.રૂ.૧,૦૦૦/- તથા એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-એએસ-૬૪૨૭ કિ.રૂ.૬૦,૦૦૦/-સહિત કુલ રૂ.૬૬,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ સ્કમે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









