મોરબી શહેરના માધાપર વિસ્તારમાં ઝાંપા પાસે ચલણી નોટના નંબર ઉપર નસીબ આધારિત એકી બેકીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા બે ઇસમોને એ ડિવિઝન પોલીસ ટીમે પકડી લીધા હતા, જેમાં નરેશભાઈ લક્ષ્મણભાઇ નકુમ ઉવ.૫૬ રહે. વાવડી રોડ આર.આર.મોલની બાજુમાં મોરબી તથા પરષોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી ઉવ.૬૪ રહે. માધાપર શેરી નં.૨ મોરબી વાળાની રોકડા ૫,૧૦૦/- સાથે અટકાયત કરવામાં આવી બન્ને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.