મોરબી શહેરના ગાંધી ચોક નજીક પૈસાની હારજીતનો નસીબ આધારિત ચલણી નોટના નંબરનો જુગાર રમતા હસમુખભાઈ ગોપાલભાઈ હણ ઉવ.૩૦ રહે. ગામ ઘુંટુ વૃંદાવન સોસાયટી તથા આરોપી સલીમભાઈ ઉર્ફે ડેનીસ હાજીભાઈ સુમરા ઉવ.૪૦ રહે.ભારતપરા પંચાસર રોડ મોરબી વાળાને રોકડા રૂ.૬૦૦/-સાથે સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે, ત્યારે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.