વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સેન્સો ચોકડી નજીક ખરાબામાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલ બે ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા, પોલીસે સ્થળ ઉપરથી આરોપી હિતેષભાઈ બાબુભાઇ કુનતીયા ઉવ.૧૯ રહે. ઓળ ગામ તા.વાંકાનેર તથા બેચરભાઈ ભાણજીભાઈ ઉકેડીયા ઉવ.૨૩ રહે. રાતાવીરડા ગામ તા.વાંકાનેરવાળાને રોકડા રૂ.૫૦૦/- સાથે રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે. આ સાથે પકડાયેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.