મોરબી : ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે આરોપી પરાગભાઈ ભગવાનજીભાઈ ઢેઢી (ઉ.વ-૨૪ ધંધો-ડ્રાયવીંગ રહે-સાવડી તા-ટંકારા)વાળો અને સુરેશભાઈ ગણેશભાઈ કગથરાને જયનગરથી વીરવાવ ગામ જવાના કાચા રસ્તા પર પોતાના હવાલાવાળી સફેદ કલરની સ્વીફટ કારમા ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની લખેલ ૭૫૦ એમ.એલ. ૭૫ પ્રુફ ૪૨.૮ ટકા વી.વી.ની લખેલ ની બોટલો નંગ- ૧૧ કિ.રૂ ૩૩૦૦ ની વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરતા નીકળતા મળી આવતા સફેદ કલરની સ્વીફટ કાર રજી નંબર- જી.જે.૩૬.એ.સી ૮૧૩૧ ની કિ.રૂ.૩,૦૦,૦૦૦ ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૩,૦૩,૩૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.