Wednesday, January 15, 2025
HomeGujaratહળવદ અને મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

હળવદ અને મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

મોરબી : મોરબી અને હળવદમાં ગઈકાલે પોલીસે ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા બુટલેગરો ઉપર તવાઈ ઉતારી હતી અને હળવદ અને મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે બે આરોપીને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે ગઈકાલે આરોપી વીરૂભાઇ કેશાભાઇ પાટડીયા ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.ખોડ તા.હળવદવાળાને તેના
ખોડ ગામે આરોપીના રહેણાંક મકાને વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૯૦ કુલ કિંમત રૂપીયા- ૩૭,૯૫૫ ની વેંચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવતા તેને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપી મુકેશભાઇ ઘોઘાભાઇ સુરેલા ઉ.વ.૩૨ ધંધો-રિ.ડ્રા રહે- વિધ્યુતનગર પાછળ, મફતીયાપરા, વિક્રમવાડી વિસ્તાર મોરબી-૨વાળાને વિધ્યુતનગર પાછળ, મફતીયાપરા, વિક્રમવાડી વિસ્તાર મોરબી-૨ જાહેરમા વિદેશી ઇંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલપેક બોટલ નંગ-૧૧ કિં.રૂ.૫૭૨૦ નો મુદામાલ વેચાણ કરવાનાં ઇરાદે પોતાનાં કબ્જામાં રાખી હાજર મળી આવતા તેને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!