મોરબી સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે અલગ અલગ જગ્યાએ બાતમીના આધારે તપાસ કરીને ગેરકાયદેસર વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂ ઝડપી પાડયો છે. જેમાં સિટી વિસ્તારમાં બે સ્થળોએથી ૨૨૫૦ નો મુદ્દામાલ તેમજ તાલુકા વિસ્તારમાં એક સ્થળેથી ૧૨,૩૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓની અટકાયત કરી છે.
પ્રથમ દરોડામાં, મોરબીના કાલીકા પ્લોટ બાવા અહેમદશા મસ્જીદ વાળી શેરીમા આરોપી સમીરભાઇ રફીકભાઇ પલેજા અને યુવરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની બેલેન્ટાઇન ફીનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૦૫ બોટલનો કુલ રૂ.૧૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી સમીરભાઇ રફીકભાઇ પલેજાની અટકાયત કરી છે. જ્યારે યુવરાજસિંહ ઝાલા અટક કરવાના બાકી હોવાથી પોલીસે તેની અટકાયત માટેની કામગીરી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબીનાં રવાપર ઘુનડા રોડ શિવશકિત સોસાયટીના ખુણા પાસેથી વિપુલભાઇ ઉર્ફે વિપલો નરસંગભાઇ બાલાસરા નામનો આરોપી પોતાના કબ્જામાં કોઇ પાસ પરમીટ કે આધાર વગર ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.1 ડીલક્ષ વ્હીસ્કીની કંપની શીલ પેક ૦૨ બોટલોનાં રૂ.૭૫૦/-ના મુદ્દમાલ સાથે મળી આવતા મોરબી એ ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ ધર્મેશ કિશોરભાઇ સુમેસરાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે રેઈડ કરી હતી અને આરોપીએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા વાળા મકાનમા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રૂ.૧૨,૩૮૦/-ની કિંમતની ૨૫ બોટલો કબ્જે કરી હતી. જયારે આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા મોરબી તાલુકા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.