Monday, November 25, 2024
HomeGujaratમોરબીના જૂના ઘુટું રોડ નજીક સિરામીકમાં કામ કરતા બે શ્રમિકને છરી મારી...

મોરબીના જૂના ઘુટું રોડ નજીક સિરામીકમાં કામ કરતા બે શ્રમિકને છરી મારી લુંટી લેવાયા, અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીના જૂના ઘુટું રોડ નજીક આવેલ સનવર્લ્ડ સિરામીક ફેક્ટરી નજીક સિરામીકમાં કામ કરતા પરપ્રાંતીય બે શ્રમિક ચાલીને તેના મિત્રના રૂમ ઉપર જતા હોય ત્યારે બે શખ્સો દ્વારા તેમની સાથે ઝપાઝપી કરી મોબાઇલ ફોન તથા રૂ.૫૦૦ ઝૂંટવી લીધા હતા ત્યારે બંને શ્રમિક દ્વારા સામે પ્રતિકાર કરતા લુટેરા બ શખ્સો પૈકી એક શખ્સે છરીનો એક ઘા પડખાના ભાગે મારી અન્ય ત્રીજો શખ્સ જે બાઈક લઇને પાછળ આવતો હોય તેમાં બેસી ત્રણેય લુંટારા બાઇક ઉપર સ્થળ ઉપરથી નાસી ગયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ફરી એક વખત સિરામિકમાં કામ કરતા કર્મચારી સાથે લુંટનો બનાવ બનવા પામ્યો છે આ પહેલા હળવદ બાદ મોરબીના ઘુટું રોડ ઉપર અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા સિરામીક કર્મચારીને બેફામ માર મારી બાઈક સહિતની લૂટ ચલાવી હતી. ત્યારે ફરી એકવાર લૂટનો બનાવ સામે આવ્યો છે. હાલ બનેલ લૂટના બનાવની મળતી માહિતી અનુસાર મોરબી-૨ ઇન્દિરાનગર પાછળ આવેલ સનવર્લ્ડ સિરામીકની ઓરડીમા રહેતા મૂળ ઉત્તરપ્રદેશના આજમગઢ જીલ્લાના અમારી ગામના વતની ગૌતમભાઇ હરીચંદ્ર વર્મા ઉવ.૨૬ એ આરોપી અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ છરી મારી લૂટની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૯૪ ,૫૦૪, ૧૧૪ મુજબ તથા નવા કાયદા મુજબ BNS કલમ ૩૫૨ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભોગ બનનાર ગૌતમભાઈ વર્મા દ્વારા ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૭/૦૬ ના રાત્રીના ૯.૩૦ વાગ્યાની આસપાસ ગૌતમભાઈ તથા તેની સાથે સનવર્લ્ડ સિરામીકમાં સહકર્મચારી બન્ને પોતાના કારખાનેથી કામ પુરૂ કરી પોતાના મિત્રના રૂમે જવા પગપાળા ચાલીને જવા નિકળેલ ત્યારે બે અજાણ્યા માણસો તેમની પાછળ પાછળ આવી સહકર્મચારીનો રીયલમી કંપનીનો મોબાઇલ ફોન કિ રૂ ૫૦૦૦/- નો ઝુંટવી લઇ ગૌતમભાઈ સાથે જપાજપી કરી તેના શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂપીયા ૫૦૦/- કાઢી લઇ બિભત્સ ગાળો આપતા હોય જેથી ગૌતમભાઈ તથા તેની સાથેના સહકર્મચારીએ ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલા અજાણ્યા બંને ઈસમોએ જપાજપી કરી પેન્ટના નેફામાંથી છરી કાઢી છરીનો એક ઘા ગૌતમભાઇને વાસાના પાછળના ભાગે જમણા પડખામા મારી ઈજાઓ પહોચાડી હતી. ત્યારબાદ આરોપી એક ઇસમ કે જે બાઈક લઇને આવી , બાઈકમાં બન્ને આરોપી ઇસમોને બેસાડીને સ્થળ ઉપરથી જતા રહ્યા હતા. હાલ પોલીસે ગૌતમભાઈની ફરિયાદના આધારે ત્રણેય અજાણ્યા આરોપીની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!