હળવદના રણજિતગઢ અને કેદારીયા વચ્ચે મહિલા પોતાના ત્રણ બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી તે દરમિયાન ટ્રેન સાથે અથડાવવાનો બનાવ બન્યો છે. જેમાં પાંચ વર્ષની બાળકી, ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે.જે બાળકોને બચવવા જતાં માતાનો હાથ કપાયો છે.જ્યારે દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના હળવદમાં ત્રણ બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલા ટ્રેન હડફેટે ચડી ગયાનો બનાવ સામે આવ્યો છે. હળવદના રણજિતગઢ અને કેદારીયા વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ દરમિયાન બનાવ બન્યો છે. જે અકસ્માતમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયા છે. બાળકોને બચાવવા પ્રયાસ કરનાર માતાનો હાથ કપાયો છે.
જ્યારે આ બનાવમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. જેમાં ગોપીબેન બજાણીયા ઉમર વર્ષ ૫, નિકુલ બજાણીયા ઉંમર વર્ષ ૩ વર્ષનું મોત થયું છે. માતા મંગુબેન બજાણીયાને ઈજાઓ પહોંચી જેને મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. જે બનાવમાં એક દોઢ વર્ષનાં બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. હળવદ પોલીસ અને રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.