ટંકારા તાલુકાના સરાયા ગામે વડીલોપાર્જીત જમીનનો સિવિલ કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે તે જમીનની સાફ સફાઈ કરી રહેલા બે સગા ભાઈઓ ઉપર કૌટુંબિક ભાઈઓ સહિત ચાર ઈસમોએ છરીના આડેધડ ઘા ઝીંકી ઢીકાપાટુનો માર મારતા ચારેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના નેસડા(સુ)રહેતા અબ્દુલભાઇ અભરામભાઇ કૈડા ઉવ.૩૫ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી અબ્દુલભાઇ જુમાભાઇ કૈડા, વસીમભાઇ અબ્દુલભાઇ કૈડા, દિલાવરભાઇ જુસબભાઇ વિકીયાણી તથા દિલાવરભાઇના પુત્ર રહે.બધા સરાયા ગામ તા.ટંકારા એમ ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ફરીયાદી અબ્દુલભાઇ અભરામભાઈ કૈડાના પિતાજીની માલિકીની સરાયા ગામ સર્વે નં.૨ પૈકી ૨૬ ની જમીન આવેલ હોય જે જમીન બાબતે કોર્ટમાં સિવીલ દાવો ચાલુ હોય ત્યારે ગત તા.૨૯/૧૦ના રોજ આ જમીનમાં ફરીયાદી તથા તેમનો ભાઈ સલીમભાઈ સાફ સફાઇ કરતા હોય જે ઉપરોક્ત આરોપીઓને ન ગમતા ફરીયાદી અબ્દુલભાઇ તથા સલીમભાઇ કૈડા સાથે બોલાચાલી ગાળાગાળી ઝધડો કરી ચારેય આરોપીઓએ ફરિયાદી અબ્દુલભાઈને છાતીના ભાગે તથા વાંસાના ભાગે છરીના પાંચ જેટલા ઘા મારી તેમજ સલીમભાઇને વાસામાં પડેખાના ભાગે છરીથી એક ધા મારી ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને ગુન્હો કરવામાં મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.