મોરબીના કંડલા બાયપાસ સ્થિત ઓમ શાંતિ સંકુલમાં ૨૮ અને ૨૯ ડિસેમ્બર દરમિયાન સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું બે દિવસીય ભવ્ય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના ૧૬ જીલ્લામાંથી ૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં સંસ્કૃતના વૈભવ અને વારસાને પ્રતિબિંબિત કરતી અદભુત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં સંસ્કૃત ગ્રંથો, ચિત્રો, વિજ્ઞાન સાથે જોડાયેલ માહિતી, યજ્ઞ પાત્રો અને ડિજિટલ સ્ટોર “વંદે સંસ્કૃત” જેવી નવપ્રવર્તનાત્મક ઝાંખીઓ રજૂ થઈ હતી. “સભાસણ સંદેશ ગૃહે ગૃહે સુભાષિતમ” અને “સંસ્કૃત ગૌરવ પરીક્ષા” જેવી પ્રવૃત્તિઓનું ખાસ આકર્ષણ રહ્યું હતું.
આ ઉપરાંત તા.૨૮ ડિસેમ્બરના રોજ રાત્રે ૯ થી ૧૧ દરમિયાન સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આમાં ગીત, ગરબા, નૃત્યનાટિકા, કથ્થક અને સંવાદનું અદ્વિતીય રજૂઆત કરવામાં આવી હતી, બે દિવસીય સંમેલન દરમિયાન સતત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પધારેલ દરેક અતિથિ વિશેષ મહાનુભાવોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. આ સંમેલનમાં સંસ્કૃત ભાષાના પ્રચાર માટે પાંચ મુખ્ય સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં અધિકારીઓએ સંસ્કૃતના પ્રસાર અને સંરક્ષણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સંસ્કૃતના આ સંમેલન માટે પોતાની જગ્યા ફાળવીને તેમજ આર્થિક સહયોગ કરીને ટી ડી પટેલે સંરક્ષકની ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે સંસ્કૃત ભારતી અખિલ ભારતીય મહામંત્રી સત્યનારાયણ ભટ્ટ, અધ્યક્ષ પશ્ચિમ ક્ષેત્ર, સંસ્કૃત ભારતી ચંદ્રશેખર વજે, કુલપતિ સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય પ્રો. સુકાંતકુમાર સેનાપતિ, પ્રો. ચેતન ત્રિવેદી કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય, વિઠ્ઠલભાઈ વાગડીયા(ટ્રસ્ટી સંસ્કૃત ભારતી ,સૌરાષ્ટ્ર પ્રાંત), ધનેશ્રીબેન ભટ્ટ(કેનેડા) તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી, સહમંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આસંમેલનમાં પ્રેરક ઉપસ્થિતિમાં દામજી ભગત(નકલંકધામ બગથળા), પુરુષોત્તમ ભાઈ રૂપાલા (સાંસદ રાજકોટ), કે.બી.ઝવેરી (જિલ્લા કલેકટર મોરબી), જે.જે. રાવલ(ખગોળ શાસ્ત્રી અને ભૂતપૂર્વ ઇસરો વૈજ્ઞાનિક), કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય મોરબી માળિયા), કુમનભાઈ ખૂંટ(રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ) જેવા મહાનુભાવોએ પોતાની હાજરી નોંધાવી હતી.
વધુમાં ટી. ડી.પટેલ(ઓમ શાંતિ સંકુલ), કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય), અરવિંદભાઈ સોરીયા (ગોપી યુનિફોર્મ), પ્રવીણભાઈ રાજાણી(સાર્થક વિદ્યામંદિર), પી. ડી. કાંજીયા(નવયુગ વિદ્યાલય) સહિતના તમામ દાતાઓએ સંસ્કૃત ભારતી સંમેલનમાં આર્થિક સહયોગ આપ્યો હતો. સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવા, તેના રક્ષણ અને પ્રચાર માટે સજાગતા લાવવા તેમજ નવા કાર્યકર્તાઓને તૈયાર કરવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.