મોરબીના વૃદ્ધ પાસેથી નાણા ખંખેરવાનું કાવતરુ રચ્યા બાદ ફ્લેટ ખરીદવાને બહાને હનીટ્રેપમાં ફસાવી વૃદ્ધ નું અપહરણ કરી રૂપિયા 22 લાખની રકમ બળજબરીથી પડાવી લેનાર બે મહિલા સહિતના કુલ છ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના દિવસોમાં તમાંમ આરોપીઓને દબોચી લીધા હતા જે પૈકી ચાર પુરુષના બે દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજુર કરાયા છે.
શહેરના રવાપર રોડ ઉપર રહેતા વૃદ્ધને મોરબીના રામધન આશ્રમ સામે આવેલ રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ વેચવાનો હોય જે ફ્લેટ ખરીદવાના બે મહિલા સહિત શખ્સોએ ભેજું વાપરી વૃદ્ધના સ્ત્રી સાથે આ ફોટા પડાવી લીધા અને અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી તેઓ પાસેથી રૂ. 22 લાખ પડાવી લીધા હતા. આ અંગે વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આદરી છએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પડાવી લેનાર મુદ્દામાલ રિકવર કરવા માટે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી, મહેન્દ્રનગર, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે અને અન્ય બે મહિલા આરોપીઓ ને જેલ હવાલે કરવામાં આવી છે.