Saturday, May 24, 2025
HomeGujaratવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભુજ મુલાકાતના બે દિવસ પહેલા ગુજરાત એટીએસને મળી મહત્વની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભુજ મુલાકાતના બે દિવસ પહેલા ગુજરાત એટીએસને મળી મહત્વની સફળતા: પાકિસ્તાન એજન્ટ માટે જાસૂસી કરનાર યુવકને પકડી પાડયો

આગામી તા.૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ મુલાકાત આવવાના છે ત્યારે તેના ૪૮ કલાક પહેલા જ ગુજરાત ATS ને મહત્વની સફળતા મળી છે.જેમાં ગુજરાત એ.ટી.એસે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી જાસૂસી કરનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે ગુજરાત એટીએસે ગોહિલ નારાયણ સરોવર, લખપત તાલુકા વાળો હાલ પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ માં કોન્ટ્રાકટ તરીકે નોકરી કરતા સહદેવસિંહ દિપુભા ગોહિલની અટકાયત કરી વોટ્સએપ દ્વારા પાકિસ્તાની એજન્ટને માહિતી મોકલવાનું સામે આવતા એટીએસે પકડી ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગરચરને તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુપ્ત બાતમી મળી કે, સહદેવસિંહ દિપુભા ગોહિલ નારાયણ સરોવર, લખપત તાલુકા વાળો હાલ પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ માં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે. જેણે બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળની માહીતીઓ ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબજ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહીતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને વોટસએપ પર મોકલી હતી. જે એ.ટી.એસ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા કેન્દ્રીય એજન્સી મારફતે આ બાતમી અંગે ખાતરી કરવામાં આવી હતી. જે બાદ પોલીસ અધિક્ષક સીધ્ધાર્થ કોરૂકોડા, નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર પી.બી દેસાઈ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ) ડી. વી. રાઠોડ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.આર.ગરચરની ટીમ બનાવી બાતમીને આધારે ટેકનીકલ અને હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી સહદેવસિંહ ગોહિલ નામનાં ઈસમને તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ પૂછપરછ માટે એ.ટી.એસ. ગુજરાત અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. જેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, તે છેલ્લા એકાદ વર્ષથી પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ ના કોન્ટ્રાકટ પર નોકરી કરે છે. તે ૨૦૨૩ જુન કે જુલાઇથી અદિતી ભારદ્વાજ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે WhatsApp દ્વારા સંપર્કમાં છે. જે પાકિસ્તાની મહીલા એજન્ટ સાથે મિત્રતા થતા મહીલા એજન્ટ દ્વારા પોતાના ગામ આસપાસ બી.એસ.એફ. ભારતીય નૌકાદળની ઓફિસોના અને ત્યા થતા નવા બાંધકામના ફોટો અને વિડિયો માંગતા પકડાયેલા આરોપી સહદેવસિંહએ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામના વિશેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતીના ફોટા અને વિડીયો WhatsApp મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલ્યા હતા. જે બદલ પાકિસ્તાની એજન્ટ દ્વારા પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલઓને આર્થિક ફાયદો કરાવ્યો હતો. તેમજ જાન્યુઆરી-૨૦૨૫માં સહદેવસિંહે પોતાના અધારકાર્ડથી પોતાના નામનુ જીઓ કંપનીનું સીમકાર્ડ લઈ ફેબ્રુઆરી ૨૦૨૫માં આ પાકિસ્તાનના એજન્ટને WhatsApp ઓટીપી આપી WhatsApp ચાલુ કરી આપ્યું હતું. તે WhatsApp નંબર પર પણ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલ ઓફિસોના ફોટો અને વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જુના ફોટો અને વિડિયો મોકલી આપ્યા હતા. ત્યારબાદ પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલના મોબાઇલ ફોનને FSL ખાતે ફોરેન્સીક એનાલીસીસ માટે મોકલી આપવામા આવ્યો હતો. FSL ખાતેથી આરોપીના મોબાઈલ ફોનના ડેટા મેળવી તે ડેટાનો ટેકનીકલ એનાલીસ વર્કઆઉટ કરી તેમાંથી પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મેળવ્યા હતા. જેના આધારે સહદેવસિંહ દિપુભા ગોહિલ તેમજ પાકીસ્તાની મહિલા એજન્ટ અદિતી ભારદ્વાજ દ્વારા બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે મેળવી આપ-લે કર્યા હતા. જેમનાં વિરુદ્ધ ગુજરાત એ.ટી.એસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!