મોરબી જિલ્લામાં અપમૃત્યુના આજે પણ વધુ ત્રણ બનાવો નોંધાયા છે જેમાં વાંકાનેર પંથકમાં એક પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી અને એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે જયારે ટંકારા પંથકમાં કૂવામાં પડી જતા વૃદ્ધાનું મોત નીપજ્યું છે.
અપમૃત્યુની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામેં રહેતા મનીષાબેન સુરેશભાઇ ડાભી (ઉ.વ-૧૮)એ સાંજના છએક વાગ્યાના સુમારે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી આ અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રથમીક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જણાવ્યું હતું. વાંકાનેર પોલીસે અમોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ એક બનાવમાં વાંકાનેર શહેરના મુમના શેરી વિસ્તારમાં રહેતા અનીષાબેન મહમદઅસ્લમ વડાવીયા નામની ત્રીસ વર્ષીય પરિણીતાએ કોઇ કારણોસર ઘરે છતના હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું છે. અંગે વાંકાનેર સીટી પોલસીને જાણ થતાં પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત ટંકરા તાલુકાના છતર ગામેં રહેતા લીલાબેન કાનજીભાઇ સારેશા (ઉ.વ.૭૫) છતર ગામે આવેલ કૂવામાં અગમ્ય કારણો સર પડી જતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. અંગે પરિવારજનોને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી જેને પગલે ટંકરા પોલીસે મોત પાછળની કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.