મોરબીમાં અકાળે મોતના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે વધુ બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં ટંકારાની મહિલાનું ચક્કર આવતા પડિ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે જેતપરની પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ ચોપડે અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.
પ્રથમ બનાવમાં, ટંકારાનાં સજનપર ખાતે રહેતા બદીબેન સવજીભાઇ વાધેલા નામની પરણિત મહિલા ગત તારીખ ૧૫/૦૩/૨૦૨૩ ના રોજ પોતાના ઘરે હતા. ત્યારે કોઈ પણ કારણસર ચક્કર આવતા પડિ જતા તેમને તેમના પરિવારજનો દ્વારા પ્રથમ સારવાર માટે વાકાનેર સરકારી હોસ્પિટલ ખાતે બાદ વઘુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ દાખલ થતા સર્જરી વોર્ડ નં-૩ મા ચાલુ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેમને ગઈકાલે મૃત જાહેર કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબી તાલુકાના સાપર ગામની સીમમા આવેલ પાવડીયારી કેનાલ પાસેથી ઇકબાલભાઇ ગુલામભાઇ નામના શખ્સ પસાર થતા હતા. ત્યારે તેઓને એક અજાણ્યા શખ્સનો સ્થળ પર જોવા મળતા તેઓએ તાત્કાલિક તે શખ્સના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.