મોરબીમાં અકસ્માતો અને આપઘાતના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં અકાળે મોતની બે ઘટનાઓ બનતા ચકચાર માચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ભરતનગર ગામેં રહેતા કાંતીલાલ કાનજીભાઇ વાઘરીયા નામના ૫૮ વર્ષીય આધેડ પોતાની વાડી ખાતે બેભાન હાલતમાં મળી આવતા તેમને ગૌતમભાઇ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
જયારે બીજા બનાવમાં વાંકાનેરના આઇકા સીરામીક માટેલ રોડ પર રહેતા મનિષભાઇ કાલીયાભાઇ ગરવાન ગઈકાલે આઇકા સીરામીકમા કન્વેનેટર બેલ્ટમા આવી જતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ તેમનો મૃતદેહ મોહનભાઇ ભુરીયા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.