મોરબી જિલ્લામા આજે અપમૃત્યુના વધુ બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં હોળીના દિવસે અકસ્માતે દાજી ગયેલા યુવાન સહિત બે ના મોત થયાની વિગત પોલીસ સમક્ષ જાહેર થઈ છે.
જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના પાનેલી રોડ ઉપર આવેલ સોનાટા સિરામીક કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને આયખું ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. દામજીભાઇ બાબુભાઇ ઉઘરેજા નામના ૩૨ વર્ષીય યુવાનને કોઇ અગમ્ય કારણોસર સર કાંટાળી જઇ કારખાનાની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ બનાવને લઈને પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.
અપમૃત્યુના વધુ એક કેસની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના રોહીદાસપરા વિસિપરમાં રહેતા વિશાલભાઇ દલપતભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫ ) ગત તા-૧૭/૦૩/૨૦૨૨ ના રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે સળગતી હોળી ફરતે રમતા હતા તે વેળાએ ઠેસ વાગતા હોળીની આગમા અકસ્માતે પડી ગયા હતા. આથી પહેરેલ કપડે જાળ લાગતા શરીરે દાઝી ગયા હતા જે અંગે જાણ થતા પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યા વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરાયા હતા પરંતુ સારવાર દરમ્યાન ગત તા-૨૩/૦૩/ના રોજ તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.આથી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.