Monday, November 25, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથકમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવમાં વાંકાનેરની વઘાસિયા જીઆઇડીસીમાં આવેલ એક્યુટોપ સીરામીક માં રહેતા અને મજૂરી કામ કરતા સૌરભભાઈ રેવતીપ્રસાદ ચૌધરી (ઉ.વ.૨૨ રહે.વઘાસિયા જીઆઇડીસી) વાળાએ ગઈકાલે કારખાનાના પાણીના ટાંકા પાસે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.

જ્યારે વાંકાનેરના હસનપર ગામે રહેતા આબીદભાઈ હુસેનભાઈ કુરેશી (ઉ.વ.૩૨ ) વાળાએ ગઈકાલે પોતાના માસી નસીમબેન જૂનેજા ના ઘરે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો બાદમાં પરિવારજનો તેમને વાંકાનેર માં આવેલ પીરમશાયક હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

જેથી વાંકાનેર સીટી પોલીસે ઉપરોક્ત બન્ને બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!