મોરબીમાં ગઈકાલે બે અપમોતનાં બનાવો નોંધાયા હતા. જેમાં મોરબીના જસમતગઢ ગામના એક આધેડનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. જયારે હળવદના યુવકને પત્ની સાથે ઝગડો થતા પત્ની પિયરે જતી રહેતા યુવકને લાગી આવતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
પ્રથમ બનાવમાં, મોરબીના જસમતગઢ ગામની સીમમાં આવેલ લોમસોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અનીલભાઇ શિવમુન્ની બૈઠા લોમસોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણોસર મરણ જતા તેઓનો મૃતદેહમોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કુણાલભાઇ દ્વારા ખસેડવામાં આવેલ હતો. ત્યારે ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, હળવદ ગામની સીમમાં મુસાભાઇ ઘાંચીની વાડીયે રહેતા ટીડીયાભાઇ ઉર્ફે ટીડાભાઇ કોવજીભાઇ ઉર્ફે ઓયાભાઇ ડુભીલ નામના યુવકને તેની પત્ની સાથે છેલ્લા વીસેક દિવસથી ઘરકામ બાબતે બોલાચાલી થતી હોય અને તેઓની પત્ની તેમના પીયરે જતી રહેલ હોય જેથી યુવકને લાગી આવતા પોતાની જાતેથી વાડીયે કોઇ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.