Friday, January 3, 2025
HomeGujaratમોરબીના ઘુંટું નજીક પ્રેમમાં નિષ્ફળતાના ડરે યુવાને ગળેફાસો ખાઈ મોત વ્હાલું કર્યું...

મોરબીના ઘુંટું નજીક પ્રેમમાં નિષ્ફળતાના ડરે યુવાને ગળેફાસો ખાઈ મોત વ્હાલું કર્યું સહિત અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી શહેર અને જિલ્લામાં આજે અપમૃત્યુ અંગેના બે બનાવમાં પ્રેમમાં નિષ્ફળતાના ડરે યુવાને ગળેફાસો ખાઇ મોતની સોળ તાણી લીધી છે જ્યારે અગમ્ય કારણોસર પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધાનું જુદા જુદા પોલિસ મથકમાં જાહેર થયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લગધીર રોડ પર આવેલ ઘુંટું ગામ નજીકના ફીઓન સીરામીક ના કારખાનામાં રહેતા રવિ મુનાભાઈ પાલને છેલા એક વર્ષથી મનીષા નામની છોકરી સાથે પ્રેમ સબંધ બંધાયા હતા ત્યારબાદ આ પ્રેમ સંબંધમા નિષફળતા મળશે તેવા ડરને પગલે યુવાને કારખાનાની ઓરડીમા જાતે ગળે ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે.

મોરબી શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલ મૌલીક ટ્રેલરની બાજુમા નવયુગ સ્કુલ પાછળ રહેતી વૃંદાબેન કેયુરભાઇ પીઠવા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ઘરે બાથરૂમમાં દુપટ્ટા વડે ગળોફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ અંગે વિસ્તારવાસીઓ અને પરિવારજનોને જાણ થતાં તત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું. આ બનાવને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના દેરાળા ગામે ભૂલથી ઝેરી દવા પી જનાર પરિણીતા સારવાર હેઠળ

વાંકાનેર તાલુકાના દેરાળા ગામે રહેતા બેનાબેન દશરથભાઇ કોળી નામના 22 વર્ષીય પરિણીતાએ ગત તા. ૧૯/૧૨/૨૦૨૧ ના સાંજના આઠેક વાગ્યે પોતાના ઘરે પ્લાસ્ટીકની ડૉલમા રીંગણીમા છાટવાની દવા ભરેલ પાણી ભુલથી પી જતા તેને ઝેરી અસર થઈ હતી આ અંગે પરિવારજનોને જાણ થતા મોરબીની મંગલમ હોસ્પીટલમા સારવારમા માટે દાખલ કરાયા હોવાનું પોલિસ નિવેદનમાં જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!