Wednesday, December 18, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામ નજીક વોકળામાં દેશી દારૂની ચાલુ બે ભઠ્ઠી ઝડપાયી

મોરબીના ટીંબડી ગામ નજીક વોકળામાં દેશી દારૂની ચાલુ બે ભઠ્ઠી ઝડપાયી

મોરબી તાલુકા પોલીસે અલગ અલગ બંને દારૂની ભઠ્ઠીના સંચાલક આરોપીની અટક કરી

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામની સીમમાં ડેલ્ટા સ્ટોન ખાણ નજીક વોકળામાં દેશી દારૂ ગાળવાની બે અલગ અલગ ભઠ્ઠી ઝડપાઇ છે, આ સાથે બંને ભઠ્ઠીના સંચાલકને દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી સાથે અટકાયત કરવામાં આવી છે.

પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે તાલુકા પોલીસ ટીમે ટીંબડી ગામની સીમમાં ડેલ્ટા ખાણ ની નજીક આવેલ વોકળામાં આરોપી વિનોદભાઇ પરશોતમભાઇ બારૈયા ઉવ.૩૩ રહે.જુની ટીબડી ઢોરા વિસ્તાર તા.જી.મોરબીવાળાને દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે તાલુકા પોલીસે સ્થળ ઉપરથી પતરાનુ કેરબા નંગ-૦૧ માં રહેલ ગરમ આથો લીટર-૩૦ કિં.રૂ.૭૫૦/- તથા આશરે ૩૦ લીટર ક્ષમતાવાળા પ્લા.ના કેરબા નંગ-૦૬ માં રહેલ દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૮૦ કિં.૪૫૦૦/- તથા પ્લાસ્ટીકના આશરે ૩૦ લીટર ક્ષમતાવાળા કેન નંગ-૦૧ માં રહેલ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-૩૦ કિમત રૂપિયા ૬૦૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે તથા ભઠ્ઠી લગત સાધનો જેમાં ટીનનુ બકડીયુ, નળી સાથેની થાળી, ગેસના ચુલો નંગ-૦૧ કિં.રૂ.૫૦૦/- તથા ગેસના બાટલા નંગ-૦૧ કિં.રૂ.૧૦૦૦/- મળી કૂલ કિં.રૂ.૧૨,૯૦૦/- ના મુદામાલ સાથે ઉપરોક્ત આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

જ્યારે બીજા દરોડામાં ટીંબડી ગામની સીમમાં ડેલ્ટા ખાણ નજીક વોકળામાં આરોપી નીતીનભાઇ છગનભાઇ સોમાણી ઉવ.૩૦ રહે. જુની ટીબડી ઢોરા વિસ્તાર તા.જી.મોરબીવાળાને દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી ગરમ આથો લીટર-૩૦ કિં.રૂ.૭૫૦/-, દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૬૦ કિં.૧૫૦૦/- , દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-૨૨ કિમત રૂપિયા ૪૪૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે તથા ભઠ્ઠીના સાધનો જેમાં ટીનનુ બકડીયુ, નળી સાથેની થાળી ગેસના ચુલો તથા સિલિન્ડર મળી કૂલ કિં.રૂ.૮૩૦૦/- ના મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે પોલીસે બંને દેશી દારૂની ભઠ્ઠીના સંચાલક આરોપીની સ્થળ ઉપરથી અટક કરી બંને વિરુદ્ધ પ્રોહી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!