Wednesday, November 20, 2024
HomeGujaratવાંકાનેરમાં જમીન મામલે કોર્ટમાં ચાલતા કેસને લઈ એક જ પરિવારના બે જૂથો...

વાંકાનેરમાં જમીન મામલે કોર્ટમાં ચાલતા કેસને લઈ એક જ પરિવારના બે જૂથો આમને સામને

વાંકાનેરમાં વધુ એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના બે જૂથો આમને સામને આવ્યા હતા. અને બંને પક્ષે સામસામે મારામારી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ ફરિયાદ અનુસાર, વાંકાનેરનાં જોધપર બોલ વિસ્તારમાં રહેતી જરીનાબેન સલીમભાઇ શેરશીયા નામની પરણિત મહિલાના સસરાના નામની જમીન જોધપર ગામની સીમમા આવેલ હોય જે બાબતે નામદાર કોર્ટમા ચાલવાના રસ્તા બાબતેનો કેશ ચાલુ હોય જે રસ્તા પર મુમતાજબેન, આરીફભાઇ તથા મામદભાઇ પત્થરો નાખતા હોય જે બાબતે મહિલાએ ના પાડતા ઈસમોએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદિને તથા તેમના પરિવારજનોને ગાળો આપી ઝપાઝપી કરી મુંઢ ઇજા પહોચાડી બોલાચાલી કરી સીનાબેન મામદભાઇ, મામદહુશેન રહેમાનભાઇ, સૈફુદિન અબ્દુલભાઇ તથા અબ્દુઅલભાઇ નુરમામદભાઇને બોલાવી ફરિયાદી તથા તેના પરિવાજન સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતા મહિલાએ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

બીજી ફરિયાદ અનુસાર, વાંકાનેરનાં જોધપર જુનાગામમા રહેતી મુમતાજબેન આરીફભાઇ શેરશીયાની જમીન જોધપર ગામની સીમમા આવેલ હોય જે બાબતે નામદાર કોર્ટમા ચાલવાના રસ્તા બાબતેનો કેશ ચાલુ હોય જેનો ખાર રાખી ઝરીનાબેન શેરશીયાએ ફરિયાદીના સસરાને વાસની લાકડી વડે માર મારી રીમતબેન શેરશીયાએ ફરિયાદીને શરીરે મુંઢ માર મારી મુંઢ ઇજા પહોચાડી ગાળો આપી તેમજ લીમભાઇ આહમદભાઇ શેરશીયા, અબ્દુલભાઇના દિકરા, રફીકભાઇ આહમદભાઇ શેરશીયા તથા રફીકભાઇના દિકરાએ ફરિયાદી તથા તેના પરિવારજનોને ગોળો આપી ઝપાઝપી કરી મુંઢ ઇજા પહોચાડી બોલાચાલી કરી અન્ય એક શખ્સે GJ-03-K-7817 નંબરનું ટ્રેકટર લઇ આવી ટ્રેકટર વડે ફરિયાદીએ રસ્તો કરવા માટે વંડી પત્થર ગોઠવેલા હતા. તે તોડી નાખી નુકશાન પહોચાડી ગાળો આપતા સમગ્ર મામલે મુમતાજબેન આરીફભાઇ શેરશીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!