મોરબી જિલ્લામા અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનુ મોત અને માનસિક અસ્થિર યુવાને ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું છે.
વાંકાનેર તાલુકાના વારીયા ખાતે રહેતા અશોકભાઇ ઉર્ફે લાલાભાઇ ચંપકભાઇ ગુંદરીયાએ ગત તા.૦૫/૦૨/૨૦૨૨ ના રોજ સવારના સમયે અરણી ટીંબા ગામની સીમમાં મોટી કેનાલ પાસે તીથવા રોડ ઉપર આવેલ રહીમભાઇ માથકીયાની વાડીએ ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મર (ટી.સી.) ઉપર ચડયા હતા આ દરમિયાન તેમને જોરદાર ઇલેકટ્રીક શોક લાગ્યો હતો જેને લઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
અપમૃત્યુના વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકાના વિહોતનગર જોગડ ખાતે રહેતા નથુભાઇ મુળજીભાઇ ઢવાણીયા નામના ૪૫ વર્ષીય યુવાનને છેલ્લા વિસેક વર્ષથી મગજની બિમારી ભોગવતો હતો જેને લઈને તેના અસ્થીર મગજની સારવાર ચાલુ હોય આ દરમિયાન તા.૧૩/૦૨/૨૦૨૨ના રોજ તેમણે કોઇપણ સમયે પોતાના ઘરે પોતાની જાતે ગળે ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેની જાણ થતા યુવાને સારવારમા અર્થે તાત્કાલિક હળવદ સરકારી દવાખાને ખસેડાયો હતો જ્યા ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.