મોરબીના લાલપર ગામ માંથી 5 મહિના પહેલા ચોરી થયેલા બુલેટ સાથે બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે દબોચી રૂપિયા ૭૦ હજારની કિંમતનું બુલેટ કબજે કર્યું છે.વાંકાનેર તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ એ એ જાડેજા ની સૂચનાથી ડિ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ઢુંવા ચોકડી પાસેથી બુલેટ બાઈક લઇ શંકાસ્પદ રીતે નીકળેલા બે ઇસમોને અટકાવી પૂછપરછ કરતા બાઈકચાલક વિજય જીવા સાકરીયા (રહે. માટેલ ઢુંવા ગામ) અને વિછીયા તાલુકાના રૂપાવટી ગામનો ધવલ ઉર્ફે પવો જેન્તી મેરજા નામના બે શખ્સોની આકરી પૂછપરછ કરતા બંનેએ મોરબીના લાલપુર ગામેથી 5 મહિના પહેલા બુલેટ ચોરી કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કરી રૂપિયા ૭૦ હજારની કિંમતનો બુલેટ કબજે કર્યું છે.