વાંકાનેર- ચોટીલા હાઇવે ઉપર મોપેડ સવાર બે મિત્રોને અકસ્માત નડ્યો હતો, જેમાં તાલુકાના કેરાળા ગામથી વાંકાનેર વસ્તુની ખરીદી કરવા જયુપીટર મોપેડ લઈને જઈ રહેલા બે પાડોશી મિત્રોને પાછળથી આવતી મોટર-કારે અડફેટે લેતા, બન્ને મિત્રો રોડ ઉપર પટકાયા હતા, ત્યારે બંનેને હાથ પગ તથા માથામાં ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો.
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા ગુલામહુસેનભાઈ મહમદભાઈ કડીવાર ઉવ.૪૫ અને ગઈ તા.૩૧/૦૫ ના રોજ તેમના પાડોશી ગુલામમોઇનભાઈ નૂરમહમદભાઈ સાથે જયુપીટર રજી.નં.જીજે-૩૬-એમ-૪૦૮૫ લઈને બન્ને કેરાળાથી વાંકાનેર વસ્તુ લેવા જતા હોય તે દરમિયાન વાંકાનેર-ચોટીલા હાઇવે ચંદ્રપુર ગામ નજીક નૂરપ્લાઝા પાસે પાછળથી આવતી ફોરવ્હીલ કાર જીજે-૧૨-આઇસી-૦૫૨૯ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી જયુપીટર મોપેડની હડફેટે લેતા, બન્ને મિત્રો રોડ ઉપર પટકાતા બંનેને હાથ પગમાં, શરીરે તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર અકસ્માત સ્થળેથી લઈને ભાગી ગયો હતો, હાલ વાંકાનેર સીટી પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.