Monday, January 27, 2025
HomeGujaratહળવદના સુંદરગઢ ગામની સીમમાં ચકલા-પોપટનો જુગાર રમતા બે જુગારી ઝડપાયા

હળવદના સુંદરગઢ ગામની સીમમાં ચકલા-પોપટનો જુગાર રમતા બે જુગારી ઝડપાયા

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે તાલુકાના સુંદરગઢ ગામની સીમથી આગળ પાંડાતીરથ જવાના રસ્તે આરોપી રમજાન મકરાણી જાહેરમા જુદા જુદા ચિત્રોનુ બેનર રાખી તેની ઉપર આરોપી બળદેવભાઈ ડાભી સાથે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીતનો નસીબ આધારીત ચકલા પોપટનો જુગાર રમી રમાડતા રંગેહાથ મળી આવતા પોલીસે કાગળના બેનર સહિત રોકડા રૂ.૩,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બંને આરોપી રમજાન ઉસમાનભાઈ મકરાણી ઉવ.૩૧ રહે.સોની તલાવડી ઝાલા રોડ ધ્રાંગધ્રા તા.સુ.નગર તથા આરોપી બળદેવભાઈ ઘોઘજીભાઈ ડાભી ઉવ.૩૧ રહે. નવા સુંદરગઢવાળાની અટક કરી હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!