મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સર્કિટ હાઉસની બાજુમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમી રહેલ સલીમભાઈ હાજીભાઈ ખલીફા ઉવ.૪૨ રહે. રણછોડનગર શેરી નં.૩ મોરબી તથા હુશેનભાઈ બચુભાઇ સુમરા ઉવ.૪૫ રહે. જોન્સનગર લાતી પ્લોટ મોરબી વાળાને રોકડા રૂ.૧,૫૮૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે આરોપી બન્ને ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે









